અમદાવાદમાં પરિમલ ચાર રસ્તા પાસેની બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર બિલ્ડિંગના સર્વર રૂમમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કોઈ મોટી જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ફાયરબ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હોવાની માહિતી પણ છે. દેખાઈ રહ્યું છે તે અનુસાર ગજાનંદ પૌંઆ કોમ્પલેક્સની ઉપર આગ લાગી હોવાનું જોવા મળી રહ્યું છે.