અમદાવાદ: કોંગ્રેસના નેતાઓ દ્વાર 145 કિલોનો લાડુ જગન્નાથ મંદિર ધરાવાયો

Sandesh 2022-06-30

Views 395

આવતીકાલે 1 જુલાઈના રોજ અમદાવાદ ખાતે 145મી ભવ્ય રથયાત્રા નીકળવા જઈ રહી છે, જેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. એવામાં પ્રથમ વખત કોંગ્રેસના નેતાઓ

રથયાત્રા પૂર્વે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિરે પહોંચ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રથયાત્રાના એક દિવસ પહેલા વિપક્ષના અગ્રણીઓ રથની પૂજા કરતાં હોય છે. જો કે આ વખતે પ્રથમ વખત કોંગ્રેસના નેતાઓ પગપાળા જગન્નાથ મંદિરે

પહોંચ્યા હતા. આ વખતે 145મી રથયાત્રા નિમિત્તે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથને 145 કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ રઘુ શર્મા અને

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના કોંગ્રેસ અગ્રણીએ સાફા પહેરીને જગન્નાથના મંદિરે પહોંચ્યા છે.

આ અંગે અમિત ચાવડાએ જણાવ્યું કે, આજે ભગવાન જગન્નાથના ચરણોમાં સર્વે કોંગ્રેસજનો 145મીં રથયાત્રા નિમિત્તે 145 કિલોના લાડુનો પ્રસાદ ધરાવીને પ્રાર્થના કરીશું કે, ગુજરાતની

જનતાની જે તકલીફો છે, એમાંથી એમને મુક્તિ અપાવે અને સર્વેનું કલ્યાણ થાય. ગુજરાતની પ્રજા આજે મંદી, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે, તેમાંથી પણ તેમને મુક્તિ

અપાવે અને ગુજરાતમાં પરિવર્તન થાય એવી પ્રાર્થના સાથે સર્વેના કલ્યાણ માટે પ્રાર્થના કરીશું.

જણાવી દઈએ કે, ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા અમદાવાદમાં 1 જુલાઈએ શુક્રવારના રોજ નીકળશે. આ દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બલરામ સાથે

ભગવાન નગર યાત્રા પર નીકળશે. સવારે 4 વાગ્યે મંગળા આરતી થશે, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. જે બાદ આદિવાસી નૃત્ય અને રાસ ગરબાના કાર્યક્રમનું

આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે વિશિષ્ટ ખિચડનો ભોગ ભગવાનને ધરાવવામાં આવશે અને ભગવાનની આંખો પર બાંધવામાં આવેલી પટ્ટી ખોલવાની વિધિ કરવામાં આવશે.

ભગવાનની મંગળા આરતી સાથે જ હજારો ભક્તો ભગવાન જગન્નાથના દર્શન કરશે. આરતી બાદ સવારે 5:45 કલાક ભગવાનને રથમાં બેસાડવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી પહિંદ વિધિ

કરીને રથને ખુદ ખેંચીને ભગવાનની આ રથયાત્રાનો શુભારંભ કરાવે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS