આજે એક એવી જગ્યાની વાત કરું જય કહેવાય છે કે ભગવાને જાતે આવી નિરાધાર બાળકોનું ધ્યાન રાખ્યું હતું
બનાસકાંઠાના પાલનપુરથી લગભગ 15 કીલોમીટરે આવેલું ચિત્રાસણી ગામ આવેલું છે...
કહેવાય છે કે હજારો વર્ષો પહેલા જ્યારે યુગ બદલાયો ત્યારે માણસો પણ માનવ ભક્ષી બની ગયા હતા અને તેઓ એકબીજાને ખાઈ જતાં આવી પરિસ્થિતિમાં મણસોનું એક ટોળું ખોરાક-પાણીની શોધમાં ભટકતું હતું, સહન ન થયું ત્યારે તેઓ તેમના નાના –નાના બાળકોને મૂકી આગળ ખાવાનું શોધવા ગયા પણ જંગલમાં રસ્તો ભૂલ્યા, એક તરફ બાળકો ખાધ પીઢ વગરના ને એક તરફ માનવભક્ષી દુકાળ.. વર્ષો સુધી રાખડ્યા, જેમ તેમ ચલાવ્યું બાદ જ્યારે વરસાદની સમસ્યા દૂર થઈ, જીવન સામાન્ય થવા લાગ્યું તો તેઓ પાછા આવવા લાગ્યા ને રસ્તામાં તેમને તેમના બાળકો સ્વાસ્થ હાલતમાં મળી આવ્યા...એક તરફ તેઓ ખુશીથી પાગલ થઈ ગયા તો બીજી તરફ સવાલ થયો કે બાળકો આટલા મોત થઈ ગયા, એમને સાચવ્યા કોને, એમનું ભરણ પોષણ કોને કર્યુ? બળકોએ કહ્યું અમને એક ઋષિએ જીવનદાન આપ્યું.. જ્યારે માતા-પિતા તેમને મળવા આગળ વધ્યા તો તેઓ શિવલિંગ રૂપે ત્યાં સ્થિત થઈ ગયા.. અને તેમણે વર્ષો સુધી બાળકોને ત્યાં આશ્રય આપ્યો, આરામ આપ્યો એટલે આ જગ્યાનું નામ પડ્યું બાલ + આરામ = બાલારામ.. કહેવાય છે કે કોઈ પણ બાળકની તકલીફ ભોલેનાથ જોઈ નથી શકતા જેથી અહીં બાળકોને લઈને કોઈ પણ માનતા માનો તો ભોલેનાથ અવશ્ય પૂરી કરે જ છે. સાથે જ બાલારામ મંદિર જ્યાં આવેલું છે એ નદી કિનારો એટલી સુંદ જગ્યા છે જણે મિનિ કાશ્મીર જ જોઈ લો.. બનાસકાંઠાના પાલનપુરથી લગભગ 15 કીલોમીટરે આવેલું ચિત્રાસણી ગામ આવેલું છે...