રાજકોટના લોધિકા પાસે રમકડાંની જેમ કાર તણાતા લોકોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. ફોફળ નદીમાં ઘોડાપુર આવતા કાર તણાય ગઇ હતી. કારમાં સવાર 7 લોકોનો જીવ બચાવી લેવાયો હતો.
ગઈકાલે ભારે વરસાદ પડતા આ બનાવ બન્યો હતો. સ્થાનિક ગ્રામજનોએ કારમાં સવાર લોકોનો જીવ બચાવ્યો હતો. લોધિકામાં ગઈકાલે 4 ઈંચ વરસાદ નોધાયો હતો.