જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પર શુક્રવારેના રોજ હુમલો થયો હતો. નારા નગરમાં એક રેલી દરમિયાન ભાષણ આપતા સમયે એક વ્યકતીએ તેમના પર ગોળીબાર કર્યો હતો. શિંઝો આબેના ભારત સાથે ખાસ સંબંધ હતા. શિંઝો આબે અત્યાર સુધીમાં કુલ 5 વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. શિંઝો પહેલી વખત 2006માં ભારત આવ્યા હતા જ્યારે તેઓ જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ હતા.