ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણે નદી અને ડેમોમાં પાણી આવી રહ્યા છે. ત્યારે જિલ્લાના મહત્વના જળસ્ત્રોત હિરણ ડેમમાં પાણીની ભારે આવકના કારણે બે દરવાજા ખોલવામાં
આવ્યા છે. જેના કારણે નીચાણવાળા ગામોને હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. તથા ગીર સોમનાથમાં હાઇવે અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા અનેક માર્ગો ઉપર પૂરના પાણી ફરી વળતા વાહન
વ્યવહારને ભારે અસર થઈ છે.