હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ ગુજરાત સિવાયના અન્ય કેટલાક રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદી ઉપરના સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 131 મીટરને પાર પહોંચી છે ત્યારે વડોદરાના કરજણ તથા શિનોર તાલુકાઓના મોટા ભાગના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત નીચાણવાળા ગામડાઓના લોકોને નર્મદા નદી નજીક નહીં જવા SDM દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી.