રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તથા અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ
અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદ પડી શકે છે. જેમાં રાજ્યમાં વિરામ બાદ મેઘરાજા ધમરોળશે.
અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ 23થી 25 જુલાઈએ રહેશે. 23 જુલાઈએ દક્ષિણ ગુજરાતમા ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. તેમજ ડાંગ, સુરત,
વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદની અગાહી છે. તથા 23 અને 24 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી છે. તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી,
અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની અગાહી છે.
અરવલ્લી, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે 23થી 25 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા સાર્વત્રિક વરસાદ રહેશે. તેમાં રાજકોટ, અમરેલી, જામનગર,
ભાવનગર, પોરબંદર, દ્વારકા, બોટાદ અને સુરેન્દ્રનગરમાં અગાહી છે.