હવામાન વિભાગની રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે. તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ
વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે.
રાજ્યમાં 5 દિવસ રહેશે સાર્વત્રિક વરસાદ
આજે આણંદ ,વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદને લઇ
હવામાન વિભાગે આગામી 5 દિવસ સર્વત્રિક વરસાદની આગાહી કરી છે. તેમાં આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. તથા આજે આણંદ, વડોદરા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી
છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી
ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી છે. 8 ઓગસ્ટે રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ રાજ્ય પર વરસાદી સિસ્ટમ સક્રિય થતા
આગાહી કરવામાં આવી છે. તેમજ 8 ઓગસ્ટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.