અરબી સમુદ્રમાંથી કોસ્ટગાર્ડની શીપે બે ઈરાની બોટ સાથે ઝડપેલા 15 શખ્સો માછીમાર હોવાનું સામે આવ્યું છે. એક ફિશિંગ બોટનું એન્જીન બંધ પડતા તે ભારતીય જળસીમામાં આવી ચડ્યા બાદ બીજી બોટ તેની મદદે આવી હતી, તે દરમ્યાન કોસ્ટગાર્ડ દ્વારા ઝડપી લેવાઈ હતી. વધુ તપાસ પોરબંદર એસઓજી ચલાવી રહી છે.