પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર હુમલો કરનાર વ્યક્તિનો કબૂલાતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિનું નામ ફૈઝલ ભટ્ટ છે. ફૈઝલ ભટ્ટ એક સામાન્ય શહેરી જેવો દેખાય છે. એવું કહેવાય છે કે તેણે ઈમરાન ખાન પર આ હુમલો એટલા માટે કર્યો હતો કારણ કે પીટીઆઈ આઝાદી માર્ચ દરમિયાન મોટા અવાજમાં ગીતો વગાડવામાં આવી રહ્યા હતા અને આ અઝાનને ખલેલ પહોંચાડી રહી હતી.
આપને જણાવી દઈએ કે ગુરુવારે એટલે કે 3 નવેમ્બરના રોજ પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન ખાન પર પાકિસ્તાનના ગુજરાનવાલામાં અલ્લાહવાલા ચોકમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો ત્યારે થયો જ્યારે ઈમરાનની આઝાદી માર્ચનો કાફલો ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહ્યો હતો. ત્યારબાદ ફૈઝલ ભટ્ટે ઈમરાન ખાન પર ફાયરિંગ કર્યું હતું. જોકે ત્યાં હાજર એક વ્યક્તિએ તેને પકડી લીધો હતો.