પશુઓમાં પ્રસરેલા લમ્પી વાયરસના કહેરને લઇ મંગળવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. જ્યાં જ્યાં લમ્પી રોગ જોવા મળે છે ત્યાં પૂરતા પ્રમાણમાં રસી ઉપલબ્ધ કરાવવા ચર્ચા કરવામાં આવશે. ગીર-સોમનાથ જિલ્લા લમ્પી વાયરસનો કહેર યથાવત છે. જેને લઇ પંચાયતનાં જિલ્લા વિકાસ અધિકારી તાકીદે અલીગઢી તાળા ખોલાવી દસ ગામોનાં પશુધનને આંકોલવાડી કેન્દ્રમાં સારવાર મળે એવી તાકીદે કાર્યવાહી કરે એવી પશુપાલકોમાંથી માંગ ઉઠવા પામી છે.