શહેરમાં બે દિવસ પાણીની પરાયણ રહેશે

Sandesh 2022-07-27

Views 286

સુરતમાં આજે લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. જેમાં એક સાથે 7 જગ્યાએ લીકેજ રિપેરિંગ કામગીરી કરાશે. તથા આજે શહેરના 80 ટકા વિસ્તારમાં પીવાનું પાણી નહીં મળે. જેમાં
કામગીરી માટે પાંચ એજન્સીને જવાબદારી સોંપાઈ છે.

સુરતમાં આજે લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે

જેમાં સુરતમાં આજે એકસાથે સાત જગ્યાએ લીકેજ રિપેરિંગ કામગીરી હાથ ધરાશે. તેથી આજે શહેરના 80 ટકા વિસ્તારમાં પીવાનું પાણી આવશે નહી. તેમજ અડાજણ, પાલ, પાલનપોર,

અમરોલી, મોટા વરાછા, અબ્રામામાં પાણી મળશે. તેમાં આ કામગીરી માટે અલગ અલગ પાંચ એજન્સીને જવાબારી સોંપવામાં આવી છે. આજે બુધવારે અને કેટલાક વિસ્તારમાં ગુરુવારે

પીવાનું પાણી નહી આવે. રાંદેર ઝોનને બાદ કરતા શહેરના લગભગ દરેક વિસ્તારમાં પીવાના પાણીનો કાપ રહેશે.

એક સાથે 7 જગ્યાએ લીકેજ રિપેરિંગ કામગીરી કરાશે

પાલિકાના હાઇડ્રોલિક વિભાગની પાંચ અને હેડ વોટર વર્ક્સ વિભાગની ત્રણ ટીમ મળી કુલ 80થી 100 વ્યક્તિઓ સાત જગ્યાએ કામગીરી શરૂ કરશે. આ કામગીરી માટે અલગ અલગ પાંચ

એજન્સીને જવાબદારી સોંપવામાં આવી છે. ઉધના મેઇન રોડ પર ખરવરનગર નજીક સવેરા કોમ્પ્લેકસ પાસેથી પસાર થતી 1524 મિમી વ્યાસની લાઇનમાં લીકેજ કામગીરી હાથ ધરવામાં

આવશે. અઠવા ઝોનમાં વેસુ જળ વિતરણ મથક એકથી જળ વિતરણ મથક બે સુધી જતી પાણીની લાઇનમાં જોડાણ કામગીરી હાથ ધરવામાં આવશે. કિન્નરી સિનેમા સામેથી પસાર થતી

પાણીની લાઇનમાથી કિન્નરી પમ્પિંગ સ્ટેશન જતી લાઇન પર વાલ્વ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

કામગીરી માટે પાંચ એજન્સીને જવાબદારી સોંપાઈ

ઉમરવાડા જળ વિતરણ મથક ખાતે લાઇન લીકેજ કામગીરી કરવામાં આવશે. કતારગામ વોટર વર્ક્સ ખાતે વિવિધ કામગીરી માટે વોટર વર્ક્સ બંધ રાખવામાં આવશે. સરથાણા પ્લાન્ટ ખાતે

પણ વિવિધ કામગીરી કરવામાં આવશે જયારે મગોબ જળ વિતરણ મથક ખાતે 1619 મિમીની નવી લાઇન પર ફલામીટર બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ તમામ કામગીરી

દરમિયાન પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે. સમગ્ર કોટ વિસ્તાર, અઠવાલાઇન્સ, ઉધના, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં બુધવારે બપોર બાદ પાણી મળશે નહીં. ગુરુવારે

સવારે પણ પાણી પુરવઠો અવરોધાશે. પાણી ઓછા પ્રેશરથી મળશે. રાંદેર, પાલ, પાલનપોર, અમરોલી, મોટા વરાછા, અબ્રામા વિસ્તારમાં પાણી મળશે. તે સિવાય 80 ટકા વિસ્તારોને

પાણી પુરવઠો આપી શકાશે નહી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS