મધ્ય રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ રહેતા રહેશે ગુજરાતમાં વરસાદ

Sandesh 2022-07-28

Views 1.7K

રાજ્યમાં બે દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી છે. તેમાં મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. તથા
મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં પણ સામાન્ય વરસાદની આગાહી છે. તથા મધ્ય રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ રહેતા વરસાદ

રહેશે.

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદ સહિત રાજ્યમાં છેલ્લાં થોડા દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવે 4 ઓગસ્ટ સુધી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં

ભારે વરસાદની શક્યતા નહિવત છે. કેટલાંક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી

હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વરસાદની આગાહી

અમદાવાદ શહેરમાં બુધવારની સાંજે એક કલાકમાં પોણો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સરદારનગર, નોબલનગર, કોતરપુર વિસ્તારમાં 40 મિનિટમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે

બોડકદેવ, એસજી હાઇવે, પકવાન, જજીસ બંગલો, જમાલપુર, ખાડિયા, લાલદરવાજા વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. ઓઢવ, વિરાટનગર, કઠવાડા, નિકોલ, નરોડા, આશ્રમ રોડ,

પાલડી, વાસણા, વાડજ, ઇન્કમટેકસ વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. બાકીના વિસ્તારમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS