વરસાદની આડઅસર શાકભાજી પર જોવા મળી

Sandesh 2022-08-01

Views 288

રાજ્યભરમાં પડેલા મુશળધાર વરસાદની આડઅસર શાકભાજી પર જોવા મળી રહી છે. સપ્તાહ સુધી અવિરત વરસાદ પડતાં ખુલ્લા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. તેથી ખેતરમાં ઊભેલો

પાક ડૂબી જતાં ઊભા પાક નાશ પામતા ખેડૂતોને ભારે નુકશાન જવાની સાથે શાકભાજીની આવક અડધી થઇ છે. તેથી આવક ઘટતાં ભાવ બમણાં થઈ ગયા છે. જેને કારણે ભીંડા,

ગુવારસિંગ, તુવેરસિંગ પાપડી જેવા શાકભાજીના ભાવ 1૦૦ રૂપિયાને આંબી ગયા છે.

ચોળી તો બજારમાંથી ગાયબ જ થઈ ગઈ

જ્યારે ચોળી તો બજારમાંથી ગાયબ જ થઈ ગઈ છે. જ્યારે રોજિંદા વપરાશમાં આવતાં કાંદા અને બટાટાના ભાવ પણ 40 રૂપિયે કિલો થઈ જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.આ

અંગે શાકભાજી માર્કેટમાં ખરીદી કરતા લોકોએ જણાવ્યું હતું કે હજુ પણ લીંબુના ભાવ છૂટક બજારમાં 7૦ રૂપિયા છે. જ્યારે લીલા મરચાંથી માંડીને સિમલા મરચાંના ભાવ પણ બમણાં થઈ

ગયા છે. દરેક વસ્તુ પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ભાવતાલ કરવા છતાં શાકભાજી મોંઘા પડે છે. શાકભાજી ખરીદી કરવું કે ન કરવું અને જો શાકભાજી નહિ ખરીદી કરી તો રસોઈ

કરવી શેની એ નહિ સમજાતું. જો કે વરસાદના કારણે શાકભાજીની આવક ઓછી આવતા આગામી થોડા દિવસ સુધી શાકભાજીના ભાવવધારાનો માર લોકોએ સહન કરવો પડશે.

આવક ઘટતાં ભાવ બમણાં થઈ ગયા

મોંઘવારીનો ચારેબાજુ મારથી હવે સામાન્ય માણસની હાલત કફોડી બની રહી છે. રૂ.25 થી 30નું માત્ર અઢીસો ગ્રામ શાકભાજી મળતા હોય તો ગૃહિણીઓએ કાળો કકળાટ કરી મુક્યો છે.

કઠોળ, લીલા શાકભાજી અને ફ્રુટના ભાવો ઘટવાનું નામ લેતા નથી. સામાન્ય દિવસોમાં રૂ.25ના ડઝન મળતા કેળા રૂ.70ના ડઝન, પપૈયું રૂ.30નું કિલો હતું તે રૂ.60નું કિલો મળી રહ્યું છે. આ

જ રીત દેશી કાકડી રૂ.30ની મળતી હતી તે હાલમાં રૂ.160ની કિલો મળી રહી છે. સામાન્ય દિવસોમાં મળતી દુધી, ચોળી, ફણસીના ભાવો આસમાને પહોંચી ગયા છે.

શાકભાજીના ભાવ 1૦૦ રૂપિયાને આંબી ગયા

લીલા શાકભાજીના ભાવોમાં કિલોએ રૂ.30 થી 40નો વધારો થઈ ગયો છે. જયારે દાળોના અને કઠોળના ભાવોમાં પણ કિલોએ રૂ.20નો ઉછાળો આવ્યો છે. લીલા શાકભાજી ફુટ અને કઠોળના

ભાવો વધવાને લીધે હવે શુ ખાવુ તે લોકો વિચારી રહ્યા છે. તો બીજી બાજુ રસ્તા ઉપર મળતી પુરી શાક, ગુજરાત થાળી અને પંજાબી થાળીના ભાવોમાં રૂ.15 થી 40 સુધીનો વધારો કરી

દેવામાં આવ્યો છે. આમ શાકભાજી સહિતના ભાવો વધતા જ ગૃહિણીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, હવે કયા સુધી અમે ધીરજ રાખીએ, મોંઘવારી ઘટવાનું નામ લેતી નથી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS