રાજયમાં લમ્પીના કહેરમાં સતત વધારો થઈ રહ્યો છે. એક બાદ એક જિલ્લાઓના પશુઓમાં લમ્પીના લક્ષણો દેખા દઈ રહ્યા છે. આ જીવલેણ વાઈરસના કારણે રાજયમાં હજારો પશુઓ મોતને ભેટયા છે. બીજી તરફ પોતાના પડતર પ્રશ્નોને લઈ તલાટીઓ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. તાલુકા પંચાયતની ઓફીસ પર જઈ તલાટીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવશે..તલાટીઓ દ્વારા ગ્રામ પંચાયતની ચાવીઓ અને સિક્કા પરત કરી વિરોધ દર્શાવવામાં આવ્યો.