દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર પાણી પાણી થયુ છે. યાત્રાધામ દ્વારકામાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે
વરસાદની તોફાની બેટિંગ શરૂ થઇ છે. તેમાં રાત્રિના સમયે ગરમી અને લો પ્રેશર વાતાવરણમાં જોવા મળ્યું છે. ત્યારબાદ વહેલી સવારથી જ એકાએક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરુ
થયો છે. સમગ્ર દ્વારકાના રોડ રસ્તા ફરી પાણી પાણી થયા છે. જેમાં યાત્રાધામ દ્વારકામાં વરસાદ પડતા જ બહારથી આવતા યાત્રિકો તેમજ દ્વારકાવાસીઓમાં આનંદ જોવા મળ્યો છે.