અમદાવાદ શહેરના વટવા જીઆઈડીસી પોલીસની ગીરફ્તમાં દેખાતા આ 23 વર્ષીય યુવકે 13 વર્ષની કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી. જેનાં કારણે આ પાપી પાડોશીને જેલનાં સળિયા ગણવાનો વારો આવ્યો. વટવા વિસ્તારમાં 13 વર્ષની કિશોરી પરિવાર સાથે રહે છે. થોડા સમય પહેલા કિશોરી બાથરૂમ જવા માટે પોતાના ઘરની બહાર નિકળી હતી. તે સમયે પાડોશમાં રહેતા યુવકની તેનાં પર નજર પડતા તેને કિશોરીને પોતાનાં ઘરમાં બોલાવી. અને તેની સાથે જબર જસ્તી દુષ્કર્મ આચર્યું.