સુપ્રીમ કોર્ટે મંત્રીઓના બેતુકા નિવેદનો પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે વાણી સ્વાતંત્ર્ય પર અંકુશ લગાવી શકાય નહીં. અપરાધિક મામલાઓમાં મંત્રીઓ અને ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોના વાહિયાત નિવેદનો પર સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટની બંધારણીય બેંચે કહ્યું કે મંત્રીના નિવેદનને સરકારનું નિવેદન કહી શકાય નહીં. તેમણે કહ્યું કે દરેક નાગરિકને બોલવાની સ્વતંત્રતા છે. બંધારણની બહાર જઈને તેના પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. બેન્ચે કહ્યું કે જો મંત્રીના નિવેદનથી કેસ પ્રભાવિત થયો હોય તો કાયદાનો સહારો લઈ શકાય છે.