અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી

Sandesh 2022-08-09

Views 842

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 3 દિવસ અતિભારે વરસાદની આગાહી છે. તેમાં ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. તેમજ 10 અને

11 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. તથા ગીરસોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદ રહેશે.

માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના

ઉલ્લેખનીય છે કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તેમાં માછીમારોને 4 દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તથા સોમવારે

વલસાડમાં મેઘરાજાની મહેર જોવા મળી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં 3.72 ઈંચ, વાપી 2.72 ઈંચ, વલસાડ 1.56 ઈંચ અને પારડીમાં 1.24 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ

ઉપરાંત વલસાડ કપરાડાના કરચોન્ડ ગામના આધેડ તુલસી નદી પાર કરતી વેળા ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઇ જતાં મોત નીપજ્યું હતું. બીજી તરફ નવસારી જિલ્લામાં 1.52 ઈંચ

વરસાદ પડયો હતો. સુરતમાં માત્ર ચોર્યાસી તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. તે સિવાયના તાલુકા કોરાકટ જોવા મળ્યા હતા.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી


મહેસાણાના વિજાપુરમાં વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમાં પાર્શ્વનાથ સોસાયટીમાં પાણી ભરાયા છે. તેમજ મહેસાણા, વિજાપુરમાં વરસાદ

આવતા નીચાણવાળા વિસ્તારમા આવેલ સોસાયટીમાં પાણી ભરાયા છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS