રાજ્યકક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી મોડાસા ખાતે થનાર છે. ત્યારે મોડાસા શહેર દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. શહેરની તમામ સરકારી કચેરીઓ રોશનીથી જળહળી ઉઠી છે. જ્યારે કાર્યક્રમ સ્થળે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આજે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જ્યારે સોમવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપશે.પોલીસ પરેડ, અશ્વ શો, ડોગ શો સહિત વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ યોજાશે