મોઢેરા સૂર્યમંદિરને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. જેમાં મોઢેરા સૂર્યમંદિરને તિરંગાની રોશની કરાઇ છે. તેથી સૂર્યમંદિર તિરંગા રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. જગ વિખ્યાત મોઢેરા
સૂર્યમંદિર ખાતે તિરંગો લહેરાશે. જેમાં આરક્યો લોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આયોજન કરાયું છે. જેમાં 15 ઓગસ્ટના રોજ સૂર્ય મંદિર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. તથા મોઢેરા
સૂર્યમંદિર ખાતે પહેલીવાર તિરંગો લહેરાશે. તથા આ રાષ્ટ્ર ધ્વજ કાયમી ધોરણે મોઢેરા સૂર્યમંદિર ખાતે જોવા મળશે.