સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ સુરત શહેરના મજુરા વિસ્તારમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. સુરતીઓએ રાજાશાહી ઠાઠ સાથે આ તિરંગા યાત્રા કાઢી હતી. જેમાં હાથમાં તિરંગો લઈને ઘોડાની સવારી કરી રહેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.