ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક તાલુકાઓમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા હતા. રાજ્યભરમાં નદીઓમાં નવા નીર આવ્યા છે. જેના કારણે અનેક ડેમો ઓવરફલો થયા છે. વએસદના પાણીની આવક થતા રાવલ ડેમના દરવાજા ખોલાયા હતા. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ બિસ્માર થયા છે. હિંમતનગર ઉદયપુર હાઈવે પર રસ્તાઓની ખરાબ હાલત થઇ છે અને રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કરને વાહનચાલકોને હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.