ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેને લીધે સાબરમતી નદીના પાણી ખેડા તાલુકાના ગામડાઓના સીમ વિસ્તારમાં ઘુસ્યા છે. આથી આશરે 2 હજાર વીઘા જેટલી જમીન પાણીમાં ગરકાવ થઇ હતી. સાથે સાથે ગામડાઓમાં રહેણાક વિસ્તારમાં પણ પાણી ફરી વળતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.