અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી અટલ બ્રિજ જોવા માટે ચાર્જ ચૂકવવો પડશે. જેમાં અટલ ફૂટ ઓવર બ્રિજ પર જવાનો 30 મિનિટનો ચાર્જ રૂ.30 રાખવામાં આવ્યો છે. તેમાં AMCના અટલ ફૂટ
ઓવરબ્રિજને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂ.30 ચાર્જ
હવે AMC દ્વારા અટલ ફૂટ ઓવરબ્રિજના ટિકિટ દર નક્કી કરાયા છે. તેમાં 12 વર્ષથી ઉપરના વ્યક્તિ માટે રૂ.30 ચાર્જ થશે. તથા 12 વર્ષથી નાના બાળકો માટે રૂ.15 ચાર્જ થશે. અને
સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. તેમજ ભીડ નિયંત્રણ કરી શકાય તે માટે AMCએ નિર્ણય કર્યો છે. આ બ્રિજ એક એન્જિનિયરિંગ અજાયબી તરીકે ઓળખાશે. બ્રિજ
પશ્ચિમ કાંઠે ફલાવર ગાર્ડન તથા ઇવેન્ટ ગ્રાઉન્ડના વચ્ચે પ્લાઝમાંથી થઇ પૂર્વ કાંઠે બનનાર એક્ઝિબિશન, કલ્ચરલ, આર્ટ સેન્ટરને જોડાશે. બ્રિજના કારણે અમદાવાદના લોકો સાબરમતી નદી
તથા સાબરમતી રિવરફ્રન્ટ ટ્રાફિક વગર શાંતિથી માણી શકાશે.
સિનિયર સીટીઝન માટે 15 રૂપિયા ચાર્જ
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી ઉપર એલિસ બ્રિજ તથા સરદાર બ્રિજની વચ્ચે રૂપિયા 74 કરોડ 29 લાખના ખર્ચે ફુટ ઓવર બ્રિજનું આયોજન કરવામાં
આવ્યું છે. જે પૂર્વ અને પશ્ચિમ કાઠાને સરળતાથી જોડાશે.