ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાંક દિવસો બાકી છે. તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઉભા રહેશે તે જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. તેવામાં અમદાવાદ શહેરની એલિસબ્રિજ બેઠક પરથી શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને જમાલપુર બેઠક પરથી ભૂષણભટ્ટને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.