આજે રવિવારના રોજ કિસાન સંઘ દ્વારા રાજેન્દ્રનગર ચોકડી પાસે નેશનલ હાઇવે ચક્કાજામના શાંતિપૂર્ણ કાર્યક્રમમાં મોડાસા રૂરલ PSI ચેતનસિંહ એફ.રાઠોડનું કિસાનો સાથે ગેરવર્તુણક
વર્તનથી ખેડૂતોમાં નારાજગી વ્યાપી ગઇ છે. જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા સોમવારનાં રોજ ગાંધીનગર બંધનું એલાન કરવામાં આવ્યું છે.
હિંમતનગરમાં ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ થયુ
ઉલ્લેખનીય છે કે ખેડૂતોના મુદ્દે 11 દિવસથી ધરણાં ચાલુ હોય અને સરકાર મૌન રહે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તથા હિંમતનગરમાં ખેડૂતોએ ચક્કાજામ
કર્યું છે. જેમાં પોલીસ સાથે ઘર્ષણ પણ થયુ છે. તેમજ ગાંધીનગરમાં ખેડૂતોના ધરણાંનાં 11 માં દિવસે અખિલ ભારતીય સંગઠન મંત્રી દિનેશ કુલકર્ણી આવી પહોંચ્યા છે. ત્યારે ભારતીય
કિસાન સંઘે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે. તેમજ ખેડૂતોના પ્રશ્નો સામે સરકાર મૌન રહેતા આવતીકાલે ગાંધીનગર બંધનું એલાન આપ્યું છે.