ગુજરાતમાં ચૂંટણીનો જંગ જામ્યો છે. જેમાં ચૂંટણીના પગલે રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા છે. તેમાં PM મોદી, અમિત શાહ બાદ રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા છે. તેમજ ચૂંટણીને લઈ કોંગ્રેસ 125 બેઠકનો લક્ષ્યાંક સિદ્ધ કરવા એક્શન મોડમાં છે. તેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચૂંટણીલક્ષી ગુજરાતની મુલાકાત રહેવાની છે.