જામનગર શહેરના બેડીના નાકા પાસે રોડ વચ્ચે એસ.ટી બસ બંધ થઈ ગઇ હતી. જેમાં બસ અચાનક બંધ થઈ જતા ટ્રાફિક જામ થયો હતો. તેમજ બસના મુસાફરો દ્વારા બસને ધક્કા
મારતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વડોદરા ખભાળીયા રૂટની બસ બેડી નાકા પાસે બંધ થતા મુસાફરોને ધક્કા મારવાની નોબત આવી હતી. જેમાં પેસેન્જરે
ઉતરી ધક્કો મારતા રસ્તા વચ્ચે એક સમયે રમુજી ફેલાઈ હતી. તેમાં બસને ધક્કો માર્યા બાદ બસ ચાલુ થઈ જતા મુસાફરો અને ડ્રાઇવરે રાહતનો શ્વાસ લીધો હતો.