મહેસાણા દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી, તેમના પુત્ર પવન ચૌધરી, પત્ની ગીતા ચૌધરી અને CA શૈલેષ વિરુદ્ધ મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં
ફરિયાદ નોંધાઇ છે. પોતાના કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ 800 કરોડનું કૌભાંડ કર્યું છે. આ કૌભાંડ મામલે ગત મોડી રાતે વિપુલ ચૌધરી અને તેમના CA ની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ
કરી છે.
વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા
આરોપી વિપુલ ચૌધરીનો કાર્યકાળ 2005 થી 2016 સુધીનો રહ્યો હતો. આ કાર્યકાળ દરમિયાન વિપુલ ચૌધરીએ અલગ અલગ 800 કરોડથી વધુના કૌભાંડ કર્યા છે. તેમને કાર્યકાળ
દરમિયાન મિલ્ક કુલરની ખરીદી કરી હતી તેમ સરકારની ગાઈડલાઇન પ્રમાણે ટેન્ડરનો ઉલ્લંઘન કરીને ખરીદીમાં ગેરરીતિ કરી હતી. તથા 485 કરોડના બાંધકામ કરાવ્યા હતા. જે બાંધકામ
માટે પણ SOPનું પાલન કર્યું નહોતું અને ગેરીરીતિ કરી હતી. ડેપ્યુટી સેક્રેટરી વિરુદ્ધ રિવિઝન અરજી કરી હતી જે માટે વકીલનો ખર્ચ પણ દૂધ ઉત્પાદન સંઘમાં ઉધાર્યો હતો.
31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે રજીસ્ટર્ડ કરાવી
વિપુલ ચૌધરીએ બારદાન ખરીદી માટે ઓછા ભાવની એજન્સી હોવા છતાં વધારે ભાવ ખરીદી કરી 13 લાખની ગેરીરીતિ કરી હતી. પ્રચાર પ્રસાર માટે જે એજન્સીને કામગીરી સોંપવાની હોય
તેની જગ્યાએ ઊંચા ભાવની એજન્સીને કામ સોંપીને ગેરીરીતિ કરી હતી. આ ઉપરાંત કૌભાંડથી ભેગા કરેલા રકમ માટે 31 કંપની ઉભી કરી હતી. આ 31 કંપની ખોટા ડોક્યુમેન્ટના આધારે
રજીસ્ટર્ડ કરાવી હતી. આ કંપનીમાં તેમના પત્ની અને પુત્ર પણ ડાયરેકટર હોવાનું સામે આવ્યું છે.
બેનામી સંપતિ પણ કબ્જે કરવાની તજવીજ હાથ ધરાશે
આ સમગ્ર મામલે જિલ્લા રજિસ્ટ્રારે હાઇકોર્ટનો હુકમ મેળવ્યો હતો જે બાદ 2 ટીમ બનાવી તપાસ કરી હતી. આ તપાસમાં બંને ટીમે 14-14 મુદ્દા નોંધ્યા હતા. આ 14 મુદ્દા ચોકસી અધિકારીને
સોંપ્યા હતા. ચોકસી અધિકારીને 10 મુદ્દાની તપાસતા હકીકતમાં ગેરીરીતિ હોવાની સામે આવ્યું હતું. તથા સમગ્ર મામલે હાલ ACB દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે હાલ તો
ACBની ધરપકડ બાદ તમામ આરોપો પર તપાસ કરશે. અને બેનામી સંપતિ પણ કબ્જે કરવાની તજવીજ હાથ ધરાશે.