ખેતીબેંકનો વધુ એક મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં લોન ન ભરનાર ખેડૂતોની જમીનની હરાજી કરવામાં આવશે નહીં. તેમાં દાનત સારી હશે અને આર્થિક સંકડામણમાં હશે તો જમીન હરાજી કરાશે નહીં. કેટલાક ખેડૂતો આર્થિક મુશ્કેલીના કારણે 25 વર્ષથી લોન ભરી શક્યા નથી. તેમાં વર્ષો પછી લોન ભરનાર ખેડૂતને 70 ટકા સુધી વ્યાજ સહાય મળશે.