70 વર્ષ બાદ ચિત્તા ભારત પરત ફર્યા છે. આ ચિત્તાઓને નામિબિયાથી (Namibia) વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે. પીએમ મોદી આજે તેમના જન્મદિવસ પર મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવા પહોંચ્યા હતા. લુપ્તપ્રાય શ્રેણીમાં રાખવામાં આવેલા આ ચિત્તા હવે શ્યોપુર કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) જોવા મળશે. કુનો નેશનલ પાર્કમાં આ ચિત્તાઓ માટે ખાસ વાડાઓ તૈયાર કરવામાં આવ્યા છે. કુનો નેશનલ પાર્ક એ મધ્યપ્રદેશ (MP) માં સ્થિત એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. તેનું નિર્માણ વર્ષ 1981માં થયું હતું. આ રાષ્ટ્રીય ઉદ્યાન 750 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.
વધુ અહેવાલ માટે જુઓ સંદેશ સુપરફાસ્ટ ન્યુઝ...