વિશ્વના પ્રથમ CNG ટર્મિનલ અને બ્રાઉન ફિલ્ડ પોર્ટનો ભાવનગરમાં વડાપ્રધાન શિલાન્યાસ કરશે

Sandesh 2022-09-24

Views 444

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બર, 2022ના રોજ ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટ 2019 દરમિયાન, ફોરસાઇટ ગ્રૂપ દ્વારા ગુજરાતમાં CNG ટર્મિનલ બનાવવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આજે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે વિવિધ નીતિઓના ઝડપી અમલીકરણની ખાતરી આપી છે અને આ ટર્મિનલને આગામી દિવસોમાં આકાર લેવા માટે જરૂરી પરવાનગીઓ પૂરી પાડી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS