તમને એવું જણાવવામાં આવે કે હવે ઘરેથી ઓફીસ જવા જે તેસીની સુવિધા મળતી હતી એમ એર ટેક્સી પણ ઉપલબ્ધ થશે તો ? જી, રાજ્યમાં એર ટેક્સી સેવા શરૂ કરવા માટે, ગુજરાત સરકાર અમદાવાદના હાંસોલમાં વર્ટી પોર્ટ બનાવવા જઈ રહી છે. આ દેશનું પ્રથમ વર્ટી પોર્ટ હશે. વર્ટી પોર્ટ એટલે કે જ્યાંથી વર્ટિકલ લેન્ડિંગ અને ટેકઓફ થઈ શકે છે. ગુજરાત સરકાર અમદાવાદમાં દેશનું પ્રથમ વર્ટી પોર્ટ બનાવવાની યોજના તૈયાર કરી છે. અહીં ડ્રોન અને નાના હેલિકોપ્ટર તેમની જગ્યાએથી ઉડશે. એર ટેક્સીના લીધે ભીડવાળા રસ્તા પર અટવાઈ જવાને બદલે તમે થોડીવારમાં તમારા ડેસ્ટીનેશન પર પહોંચી જશો. હવે કોઈ મેડીકલ ઈમરજન્સી કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ જેવી સ્થિતિમાં જડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાશે.