અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓને દાખલ કરવા પડતા હોય છે. કેટલીકવાર દર્દીઓને એક ડિપાર્ટમેન્ટમાં દાખલ થયા બાદ દર્દીને બીજા ડિપાર્ટમેન્ટ રીફર કરવા પડતા હોય છે. ત્યારે દર્દીને લઈને ડીપાર્ટમેન્ટ શોધવાનો, કયા ડોક્ટરને મળવાનું છે. જે પ્રક્રિયામાં દર્દી તો ઠીક પણ દર્દી સાથે આવેલ સંબંધી પણ મૂશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે દર્દીની મુશ્કેલીના નિવારણ માટે રેસિડેન્ટ ડોક્ટરે વેબ પોર્ટલ તૈયાર કર્યું છે જેમાં દરેક સૂવિધા ઓનલાઈન દર્દીને મળશે.