શાતિર મહાથાગ સુકેશ ચંદ્રશેખરને ચાર અભિનેત્રીઓ તિહાર જેલમાં મળી હતી. આ વાતના ખુલાસા બાદ તે અભિનેત્રીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે. EDની ટીમે તેની પણ પૂછપરછ કરી અને જવાબ આપ્યા. હવે આમાંથી બે નામ એવા છે જેમને પોલીસ તિહાડ જેલ લઇ પહોંચી અને ત્યાં ક્રાઇમ સીન રિક્રિએટ કર્યો. આપને જણાવી દઈએ કે દિલ્હી પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.