દ્વારકામાં પોપ્યુલર ફ્રન્ટ ઇન્ડિયા (PFI)ની આશંકાએ પોલીસનું મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવાયો હતો. બેટ દ્વારકામાં SRP અને SP સહિત ચુસ્ત પોલીસનો કાફલો તૈનાત કરી દેવાયો છે. રેન્જ IG સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બેટ દ્વારકામાં હાજર છે. અંદાજે 1 હજાર પોલીસ જવાનોને બેટ દ્વારકામાં ખડકી દેવાયા હતા. સરકારી જમીનો પર ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર થઇ શકે છે.
સવારે આજે બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામનું મેગા ડિમોલેશન પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. બેટ દ્વારકાના હનુમાન દાંડી માર્ગ પર અને બાલાપર વિસ્તારમાં ડિમોલની કામગીરી પાંચ જેસીબી મશીનો થી શરૂ કરવામાં આવી છે. બેટ દ્વારકા અને ઓખાના કેટલાક મુસ્લિમ આગેવાનોને આગમચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ કરવામાં આવ્યા છે. બેટ દ્વારકાના રહેવાસીઓને પોલીસે સાવચેતીના ભાગરૂપે તેમના ઘરમાં રહેવા અપીલ કરી છે. જેથી બેટ દ્વારકામાં માત્ર પોલીસનો જ માહોલ છે. બેટનું દ્વારકાધીશ મંદિર આજે ખાલી જોવા મળે છે સવારે માત્ર પૂજારીઓની હાજરી છે.