પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યાએ સમગ્ર પંજાબી ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધી હતી. તેમની વિદાયથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. સિદ્ધુના મોતના ઘા હજુ રૂઝાયા નથી ત્યાં વધુ એક પંજાબી સિંગર પર હુમલો થયો છે. રેપર હની સિંહે ગાયક અલ્ફાઝનો ફોટો શેર કરીને આ દુઃખદ સમાચાર આપ્યા છે.