વડોદરાના કલાલી-અટલાદરા વિસ્તારમાં આયોજિત યુનાઇટેડ-વેના ગરબા સતત વિવાદમાં રહ્યા છે. ખૈલેયા યુવતીના મોમાંથી ધુમાડો નીકળતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાનગી સોશ્યલ મીડિયાના વોટર માર્ક સાથેનો વીડિયો વાયરલ થયો છે. તેના લીધે હિન્દુવાદી સંસ્થાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
યુવતીના હાથમાં સિગારેટ છે કે કેમ તે રહસ્ય?
ગરબે ઘૂમતી યુવતીના મોં માંથી ધુમાડો નીકળી રહ્યો છે પરંતુ યુવતીના હાથમાં સિગારેટ કે એવું કંઇ દેખાતું નથી. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું યુવતીએ કોઇ કેમિકલનો ઉપયોગ કર્યો હશે કે સિગારેટ પીતી હશે. આ ધુમાડાનો વીડિયો વાયરલ થતા આસ્થાને ઠેસ પહોંચી છે. માતાજીની ગરબે ઘૂમતી વેળાએ યુવતી આ શું કરી રહી છે? આ યુવાનો પેજ 3 કલચરના હોવાની ચર્ચાએ વેગ પકડયો છે. તમે વીડિયોમાં જોઇ શકો છો કે ગરબે ઘૂમતી યુવતી મોમાંથી ધુમાડા કાઢી રહી છે.