સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાં યુવા ધનને નશાના રવાડે ચઢાવી તેમની જિંદગીને બરબાદ કરતી પ્રવૃત્તિને રોકવા માટેનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરૂ કરી અનેક ડ્રગ્સ માફીઆઓને જેલ ભેગા કરી દીધા છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ શહેરમાં નશા યુક્ત માદક પદાર્થ વેચાણ પ્રવૃતિ અટકાવવા અને તેની સાથે સંડોવાયેલા ગુનેગારોને પકડવા માટે પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે ત્યારે સુરતમાં કહેવાતા દાદાના મકાન પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી નાખવાની ઘટના સામે આવી છે. સુરતના અલારખા નામના આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે.
અમદાવાદ બાદ સુરતમા પણ ડ્ગસ માફિયાઓના ઘરે દાદાનું બુલડોઝર ફેરવવાનું અભિયાન હાથ ધરાયું છે. સુરતના અલારખા નામના આરોપીનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. સુરત પોલીસે 24 સપ્ટેમ્બરના રોજ આરોપીને પકડી પાડ્યો હતો. આરોપીઓ પાસેથી 7.82 લાખનું ડ્રગ્સ પકડાયું હતું.