હિજાબ ન પહેરવાને કારણે એક મહિલાનું મોત થતાં ઈરાનમાં ખળભળાટ મચી ગયો છે. મોટી સંખ્યામાં ઈરાની મહિલાઓ હિજાબનો વિરોધ કરી રહી છે. તેમના વિરોધને દુનિયાભરમાંથી સમર્થન પણ મળી રહ્યું છે. આ દરમિયાન ઈરાની મહિલાઓના સમર્થનમાં સંસદમાં ચર્ચા દરમિયાન યુરોપના એક સંસદસભ્યએ પોતાના વાળ કાપી નાખ્યા છે. સ્ટ્રાસબર્ગમાં EU ચર્ચાને સંબોધતા, સ્વીડિશ રાજકારણી અબીર અલ-સહલાનીએ કહ્યું: "અમે લોકો અને EU ના નાગરિકો ઈરાનમાં પુરુષો અને સ્ત્રીઓ સામેની તમામ પ્રકારની હિંસાના બિનશરતી અને તાત્કાલિક અંતની માંગ કરીએ છીએ." જ્યાં સુધી ઈરાનની મહિલાઓ મુક્ત નહીં થાય ત્યાં સુધી અમે તમારી સાથે ઊભા રહીશું.