ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમનો હિસ્સો રહેલા રોજર બિન્ની અધ્યક્ષ પદનું ફોર્મ ભરશે. ભારતના પૂર્વ ઓલરાઉન્ડર રોજર બિન્ની અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીની જગ્યા લઇ શકે છે. બિન્ની જે ભારતના 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો હતા. હાલમાં કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (કેએસસીએ)માં પદાધિકારી તરીકે કાર્યરત છે. કહેવાય છે કે જય શાહ સેક્રેટરી પદનું ફોર્મ ભરશે.
સૂત્રોના હવાલેથી આવેલા સમાચાર પ્રમાણે ગાંગુલી જે ઑક્ટોબર, 2019માં બીસીસીઆઈ અધ્યક્ષ બન્યા હતા તેઓ આગળની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના અધ્યક્ષ તરીકે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે.