હવે પુરૂષ વગર પણ 'હજ કે ઉમરાહ' કરી શકશે મહિલાઓ, મોટો બદલાવ

Sandesh 2022-10-13

Views 434

સાઉદી અરેબિયા લાંબા સમયથી મહિલાઓના અધિકારોને લઈને તેની આંતરરાષ્ટ્રીય છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે. મહિલાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ અને મતદાનનો અધિકાર મળ્યાને વધારે સમય વીત્યો નથી. હવે ખાડી દેશે વધુ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે મહિલાઓને 'મેહરમ' અથવા પુરૂષ સાથી વગર હજ અથવા ઉમરાહ કરવાની મંજૂરી આપવામાં આવશે. સાઉદીની રાજધાની રિયાધે સોમવારે આની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે તે વિશ્વભરના હજયાત્રીઓને લાગુ પડશે. અત્યાર સુધી મહિલાઓ અને બાળકોને માત્ર 'મેહરમ' સાથે જ હજ કરવાની છૂટ હતી. મેહરમ એ પુરૂષ સાથી છે જે સમગ્ર હજ દરમિયાન સ્ત્રી સાથે રહે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS