રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેની તરફેણમાં કરાયેલ પ્રચાર ભારે પડી શકે છે. શશિ થરૂરે ઉઠાવેલા વાંધા બાદ કેન્દ્રીય ચૂંટણી સત્તામંડળના વડા મધુસૂદન મિસ્ત્રીએ કહ્યું કે તેઓ આ બાબતને જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, બે દિવસ પહેલા સીએમ અશોક ગેહલોતે સોશિયલ મીડિયા પર મલ્લિકાર્જુન ખડગેને જીતાડવાની અપીલ કરી હતી. આના પર અન્ય ઉમેદવાર શશિ થરૂરે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે મધુસૂદન મિસ્ત્રીએ આ બાબતની તપાસ કરવી જોઈએ. હવે મિસ્ત્રીએ કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરી રહ્યા છે. આ અંગે શું કાર્યવાહી કરી શકાય તે માટે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.