ભારતીય મૂળના ઋષિ સુનકે રવિવારે સત્તાવાર રીતે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ માટેની ચૂંટણી લડવા માટે પોતાની ઉમેદવારી જાહેર કરી હતી. 42 વર્ષીય સુનક વડાપ્રધાન પદની રેસમાં સ્પષ્ટ રીતે સૌથી આગળ છે, કારણ કે તેઓ સંસદના ઓછામાં ઓછા 128 સભ્યોના સમર્થનની સાથે આગળ વધી રહ્યા છે. તો બીજી તરફ સુનકના પૂર્વ બોસ બોરિસ જોન્સનના વફાદારોએ પણ દાવો કર્યો છે કે શોર્ટલિસ્ટમાં સ્થાન મેળવવા માટે તેમની પાસે જરૂરી 100 સાંસદોનું સમર્થન છે.