કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલા બાદ એકત્ર થયેલા ટોળાએ ખેરગામમાં આતંક મચાવ્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરની દુકાનને આગ ચાંપી હતી. ત્યાર બાદ ટોળાએ પોલીસ ઉપર હુમલો કરી વાહનને નુકશાન પહોંચાડ્યું હતું તેમજ ફાયર ફાઈટરને પણ નુકશાન પહોંચાડ્યું હતું. ટોળાને ઉશ્કેરવા બદલ ધારાસભ્ય અનંત પટેલ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ તથા AICC મેમ્બર ગૌરવ પંડ્યા અને ખેરગામના મહિલા સરપંચ ઝંખના પટેલ વિરૂદ્ધ પણ ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરના પત્ની સાવિત્રી આહીર અને ખૂંધ ગામના સરપંચની ફરીયાદના આધારે ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત એક ગુનામાં તત્કાલીન ખેરગામ પીએસઆઇ એસ.એસ માલ પણ ફરિયાદી બન્યા હતા.