વલસાડ રેલવે સ્ટેશન ખાતે રિઝર્વેશન ટીકીટ ધારકો અટવાયા છે. તહેવાર ટાણે રેલવે વલસાડ વિભાગની અયોગ્ય કામગીરીને લઈ મુસાફરો અટવાયા હતા. બે દિવસથી લાઈનમાં ઉભા રહેવા છતાં ટીકીટ કન્ફર્મ થઈ ન હોવાથી મુસાફરોએ રેલવે વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો. વલસાડ રેલવે વિભાગ દ્વારા એક જ ટીકીટ વિન્ડો ખુલ્લી રખાતાં લાંબી લાઈનો લાગી હતી.