મહેસાણામાં સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ પૂર્વ DyCM નીતિન પટેલે કર્યું હતું. 11 કરોડના ખર્ચે બનેલ સરદાર પટેલ સ્ટેડિયમ ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ છે. નોર્થ ક્રિકેટ અને ક્રિકેટ એકેડમી વચ્ચે આજે 20 ઓવરની મેચ રમાશે. જેમાં પૂર્વ DyCM નીતિન પટેલે ટોસ કર્યો હતો. નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હું જ્યારથી કડીમાં જીતીને આવ્યો ત્યારથી જ મને કોઈનું કોઈ વચ્ચે નડતું રહ્યું છે. નકારાત્મક લોકો અડચણરૂપ ના બન્યા હોય એવું મેં નથી જોયું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાએ મોટા મોટા નેતાઓ આપ્યા છે.