ધનતેરસના તહેવારના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દિવાળીની મોટી ભેટ આપી છે. વડાપ્રધાન મોદીએ આજે એટલે કે શનિવારે 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન એટલે કે રોજગાર મેળાની શરૂઆત કરી હતી. આ રોજગાર મેળાની શરૂઆત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75,000 નવા ભરતી થયેલા યુવાનોને ઑફર લેટર એટલે કે નિમણૂક પત્ર સોંપ્યા.